હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું,
દુનિયા માં હાલે છે ડીંડવાણું …
લોભી ના ઘર માં રૂપિયા લાખો, ના મળે દાતાર ને નાણું (૨)
ખૂટલ ને રહેવા મોટા ખોરડા (૨) ઠરેલ ને ના મળે ઠેકાણું ..
દુનિયા માં હાલે છે ડીંડવાણુ…….
હાલે છે ડીંડવાણુ સાચું એનું કારણ ના સમજાણું,
દુનિયા માં હાલે છે……
એ….પાપી ને જમવા શીરો પુરી એ ભક્તો ને મળે નહી ભાણું (૨),
ચોર ને દોવા ભેહું (ભેસું) નવચંદરિયું (૨),
દેવ ને મળે નહી દુઝાણુ…….
દુનિયા માં હાલે છે ડીંડવાણુ………
કુલટા નારી થી રાજી રહે પંથ ને સતિ થી મનડું ચોરાણું (૨),
હા…. સતીયા ભૂખ્યા જાય આંગણિયે થી(૨),
ખોટા બોલા ને ખાણું……
દુનિયા માં હાલે છે……
હે………પંડિત ભક્તો એ આગમ ભાખ્યું,, એ આવ્યું એવું ભાઈ ટાણું રે………. {૨}
કવિ પિંગલ કે આવા પ્રપંચ થી (૨), મનડું મારું મુંઝાણુ………….
દુનિયા માં હાલે છે ડીંડવાણુ…
હાલે છે દીંડવાણુ, સાચું એનું કારણ ના સમજાણું દુનિયા માં હાલે છે ડીંડવાણુ…….