ગુજરાતમાં ગિરનારની સત્તાવાર યાત્રા જૂનાગઢ શહેર નજીક પર્વતમાળા પર તેના અનોખા સ્થાનને કારણે નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કરે છે. ગિરનાર પરિક્રમાના આ વર્ષે, તેઓ ગિરનારની ભવ્ય શોભાયાત્રામાં હજારો ભક્તોનું સન્માન પણ કરે છે. Girnar Parikrama 2025: ગિરનારની પરિક્રમા આ વખતે આગામી બે થી પાંચ નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાતના એક જિલ્લા જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતમાળા ની આસપાસ યોજાતી ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓ થઈ રહી છે , અને લાખો લોકો જેમની રાહ જોઈ રહ્યા છે જેને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે, કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તોને ગિરનારની પરિક્રમા કરવા પહોચવાના છે. જેને લઇને તંત્ર દ્વારા પુર જોશ માં તૈયારીઓ તથા સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે . જેથી કરીને ગિરનાર પરિક્રમા માં આવનારા તમામ લોકો ને મુશ્કેલી નો સામનો ના કરવો પડે.
ગિરનારની પરિક્રમા આ વર્ષે એટ્લે ૨૦૨૫ માં આગામી બે નવેમ્બર થી પાંચ નવેમ્બર (૦૨-૧૧-૨૦૨૫ થી ૦૫-૧૧-૨૦૨૫) સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ગુજરાતી કેલેન્ડર વર્ષમાં કારતક સુદ અગિયારસના રાત્રીના બાર વાગ્યાથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે.
ગિરનારની પરિક્રમામાં પહોંચવા માટે તંત્ર દ્વારા વધારાની એસ.ટી. બસો નું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં એસ.ટી. ઉપરાંત ત્યાં રિક્ષા ચાલકો પણ ઉપલબ્ધ હોય છે. ગિરનારની પરિક્રમામાં ના રુટ / રસ્તામાં જરૂર મુજબના સ્થળે જરૂરી સ્ટ્રીટ લાઇટ તેમજ વીજ પુરવઠાની વ્યવસ્થાનું પ્રશાસ દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી તારીખ (2 November) બે નવેમ્બર પહેલા પરિક્રમા માટે ન પહોંચવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે જેથી વ્યવસ્થામાં ખલેલ ના પહોંચે.જેની નોંધ લેવી.

Table of Contents
ગિરનાર પરિક્રમા 2025 શરૂ થવાની તારીખ
ગિરનાર પરિક્રમાનો પ્રારંભ 2 નવેમ્બર, 2025 (કાર્તિક શુક્લ એકાદશી) થી લઈ અને 5 નવેમ્બર 2025 (કારતક પૂર્ણિમા) સુધી યોજવામાં આવશે. પરિક્રમા દર વર્ષે દેવ દિવાળીના પવિત્ર દિવસે આ પાંચ દિવસની પદ-યાત્રાનું આયોજન થાય છે જેને આપડે ગિરનાર લીલી પરિક્રમા તરીકે ઓળખીએ છીએ . આ સમયગાળા દરમિયાન ગીર જંગલ વિસ્તારનો આ માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ ખુલ્લો મૂકવામાં આવે છે, જેમાં લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદ-યાત્રા કરી પુણ્ય નું ભાથું બાંધે છે.
ગિરનારની લીલી પરિક્રમા કૃષ્ણ સાથે જોડાયેલી ગાથા જાણો શું છે ?
દામોદર કુંડમાં સ્નાન નું મહત્વ ?
કારતક સુદ અગિયારસથી શરૂ કરીને ગિરનારની લીલી પરિક્રમા પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિ ભક્તો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરે છે અને ત્યાર બાદ દામોદરજીના દર્શન કરીને , ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરે છે ત્યાર બાદ , ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અને પછી અગિયારસની મધ્ય રાત્રીએથી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત રીતે આરંભ કરવામાં આવે છે.
ગિરનાર પર્વત 36 કિલોમીટરનું અંતર
ગિરનાર પર્વત માળાની સંપૂર્ણ પ્રદક્ષિણા પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ સેવા ભાવિ સંસ્થા / મંડળો દ્વારા પ્રસાદ-ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યા પ્રસાદ લઈ શકો છો. ઉપરાંત ઘણા બધા લોકો ઘરેથી સૂકો નાસ્તો લાવે છે, તો ઘણા લોકો ત્યાજ ખાવાનું બનાવે છે. અને જંગલમાં જ ભોજન કરીને વન ભોજન કર્યાનો અદ્ભુત આનંદ પણ માણે છે.


ગિરનાર પરિક્રમા 36 કિ.મી.ની યાત્રા માં પ્રથમ પડાવ 12 કિ.મી.એ આવે છે. બીજો પડાવ 8 કિ.મી.એ, ત્રીજો પડાવ 8 કિમીએ અને ચોથી પડાવ 8 કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવે છે. જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડની જગ્યા, સરકડિયા ની જગ્યા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ
ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એવું કહેવાય છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ મળશે એવી માન્યતા ધરાવે છે. લીલી પરિક્રમા સદીઓથી ચાલતી આવેલ પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.
